નીચેનું વર્ણન ધ્યાનમાં લો:
ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં આવેલો આ સંરક્ષિત વિસ્તાર ઘટતા જતા પહોળા પાનવાળા ઓક (oak) જંગલોના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. અલ્મોડા જિલ્લામાં સ્થિત આ સ્થળ એક સમયે ચંદ રાજવંશની ઉનાળુ રાજધાની હતું. તે ઓક અને દેવદારના ગીચ જંગલો, રોડોડેન્ડ્રોન અને ‘ઝીરો પોઈન્ટ‘ (ઝાંડી ધાર) માટે જાણીતું છે; જ્યાંથી નંદા દેવી અને કેદારનાથ શિખર જેવા પર્વત શિખરોના મનોહર દૃશ્યો જોઈ શકાય છે.
ઉપર શેનું વર્ણન કરવામાં આવ્યું છે?