-
નીચેના દેશોને ધ્યાનમાં લો:
- ઉત્તર કોરિયા
- રશિયા
- ચીન
- કઝાકિસ્તાન
ઉપરોક્ત દેશોમાંથી કેટલા દેશો મંગોલિયા સાથે જમીન સરહદ ધરાવે છે?
-
22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- આ ચેમ્પિયનશિપની 22મી આવૃત્તિ હોંગકોંગ, ચીનમાં યોજાઈ હતી.
- આ સ્પર્ધા 20 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટે એશિયન એથ્લેટિક્સ એસોસિએશનના નેજા હેઠળ યોજવામાં આવે છે.
- ચીન અને જાપાન પછી, ભારત આ ચેમ્પિયનશિપમાં મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
MAHA (મિશન ફોર એડવાન્સમેન્ટ ઇન હાઈ–ઈમ્પેક્ટ એરિયાઝ) વોટર મિશન અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે ‘અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન‘ અને ‘જલ શક્તિ મંત્રાલય‘ની સંયુક્ત પહેલ છે.
- આ મિશન હેઠળ, નાણાકીય સહાય માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને સરકારી સંશોધન પ્રયોગશાળાઓ પૂરતી જ મર્યાદિત છે.
- આ મિશન જળ સંસાધન મૂલ્યાંકન, પીવાનું પાણી, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા, આબોહવા સ્થિતિસ્થાપકતા અને પાણીની ગુણવત્તા વ્યવસ્થાપન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?
-
બ્રહ્મપુત્રા નદી ઉપરાંત, વિશ્વના સૌથી મોટા વસ્તી ધરાવતા નદી–દ્વીપ એવા માજુલી દ્વીપની આસપાસ નીચેનામાંથી કઈ નદીઓ/જળમાર્ગો આવેલા છે?
-
રાજ્ય વિધાન પરિષદોની ચૂંટણીના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- બંધારણ હેઠળ, રાજ્ય વિધાન પરિષદના સભ્યોમાંથી ઓછામાં ઓછા એક–તૃતીયાંશ અને વધુમાં વધુ અડધા સભ્યો રાજ્યની સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
- વિધાન પરિષદના સભ્યોમાંથી એક–બારમા ભાગના સભ્યો રાજ્યમાં વસવાટ કરતા અને ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાં સ્નાતક થયેલા વ્યક્તિઓ દ્વારા ચૂંટવામાં આવે છે.
- વિધાન પરિષદના સભ્યો છ વર્ષની મુદત માટે ચૂંટાય છે, જેમાં દર બે વર્ષે એક–તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?