-
NAFEX.in ના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- NAFEX.in એ NAFED દ્વારા વિકસાવવામાં આવેલ એક ડિજિટલ ઈ–ઓક્શન (ઈ–હરાજી) પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય કૃષિ કોમોડિટીઝના પારદર્શક અને ટેક્નોલોજી–આધારિત વેપારને સરળ બનાવવાનો છે.
- તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
બ્રાહ્મણી નદી વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- બ્રાહ્મણી નદી ઓડિશામાં રાઉરકેલા નજીક શંખ અને દક્ષિણ કોયલ નદીઓના સંગમથી બને છે.
- તે દ્વીપકલ્પીય ભારતની પૂર્વ તરફ વહેતી મુખ્ય નદીઓમાંની એક છે અને અંતે બંગાળની ખાડીમાં ભળે છે.
- સમુદ્રમાં પ્રવેશતા પહેલાં, આ નદી મહાનદી સાથે મળીને ભીતરકણિકાનો ખાડી–મુખ (estuarine) વિસ્તાર રચે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
-
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- આ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે.
- આ યોજના જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000ની આવક સહાય ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે.
- સંસ્થાકીય જમીનધારકો અને અમુક વ્યવસાયિકોને આ યોજનાના લાભોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
- ગ્રામીણ વિકાસ મંત્રાલય આ યોજનાનો અમલ કરે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?
-
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- આ પુરસ્કાર માટે માત્ર ભારતીય નાગરિકતા ધરાવતા બાળકને જ નામાંકિત કરી શકાય છે.
- બાળક આ પુરસ્કાર માટે પોતાનું નામાંકન જાતે કરી શકે છે.
- આ પુરસ્કાર સાથે રૂ. 51 લાખની રોકડ રકમ આપવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કેટલા વિધાનો સાચા છે?
-
રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (NSB) ના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
- તે રમતગમત માટે ભારતના કેન્દ્રીય નિયમનકારી સત્તામંડળ તરીકે કાર્ય કરે છે.
- તે એક વૈધાનિક સંસ્થા છે.
- તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર એક અધ્યક્ષ અને બે સભ્યોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કેટલાં વિધાનો સાચાં છે?